DSC_0114

ગુજરાત વિનયન અને વિજ્ઞાન કોલેજ, અમદાવાદના સિડનહામ ગ્રંથાલય અને ‘રીડિંગ અને મૂવી કલબ’ (રુસા)ના સંયુક્ત ઉપક્રમે તા. 22/2/2017 ના રોજ ‘Author Interaction Session’ કાર્યક્રમમાં 45 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા જાણીતા ઉદ્યોગપતિ, ગુજરાતી વાર્તાકાર અને ગુજરાત કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી રાહુલભાઈ શુક્લ સર્જનકેફિયત અને વાર્તાપઠન માટે ઉપસ્થિત રહ્યા હતા.

તેઓશ્રી 98% એરોપ્લેનમાં જે કંપનીની પ્રોડક્ટ હોય છે તેવી દુનિયામાં પ્રથમ ગણાતી અમેરિકાની  જાણીતી કંપની એસ.એસ. વ્હાઇટ ટેક્નોલોજીસ ફ્લેક્ષિબલ શાફ્ટના પ્રેસિડેંટ અને સીઈઓ છે. વિદેશમાં વસતા હોવા છતાં ગુજરાતી  સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જેમનો સંબંધ અકબંધ રહ્યો છે તેવા શ્રી રાહુલભાઈના વ્યક્તિત્વના કેટલાક ઉમદા અને પ્રેરણાદાઈ પાસાં વિશે પ્રિન્સિપાલ શ્રી એ. એસ. રાઠૌરે વાત કરી હતી. રુસાના સભ્ય ડો. મહેશ ભટ્ટે વકતાશ્રીની સર્જકયાત્રાનો પરિચય કરાવ્યો હતો.

શ્રી રાહુલભાઈ શુકલએ એમની કેફિયતમાં એમના જીવનના હકારાત્મક ઘડતર અને દૃષ્ટિકોણની વાત કરી પોતે જે કંપનીમાં કર્મચારી હતા તેના માલિક બન્યા તેની સફરયાત્રા વિગતે વર્ણવી હતી. જીવનમાં હકારાત્મક અભિગમ, કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાની તેમ જ તાર્કિક અભિગમ સાથેની અથાગ મહેનત – આ ત્રણ બાબતોને તેમણે સફળતાના પાયા રૂપ ગણાવી હતી. શ્રી રાહુલભાઈએ પોતે અમેરિકામાં વેઠેલા સંઘર્ષો અને મેળવેલી સફળતા માટે નાની નાની પણ મહત્વની બાબતોને પ્રેરણારૂપ ગણાવીને સૌને નિષ્ઠાવાન, કર્મઠ અને સિદ્ધાંતપ્રેમી બનવા જણાવ્યું.

શબ્દસેવી, ચુસ્ત ગાંધીવાદી, ‘સમય’ સાપ્તાહિકના ખ્યાતનામ તંત્રી શ્રી ભાનુભાઇ શુકલના સુપુત્ર અને  ‘બિઝ્નેસમેન વિથ હાર્ટ’ તરીકે ન્યુજર્સીમાં ખ્યાત શ્રી  રાહુલભાઈએ એમના જીવન અને સર્જકપ્રતિભાને ઘડનારા પરિબળો વિશે વાત કરી, પોતાની જાણીતી વાર્તા ‘સજન રે જૂઠ મત બોલો’નું રસવાહી આગવી શૈલીમાં પઠન કર્યું હતું. જેને ઉપસ્થિત સૌ અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓએ માણ્યું હતું.

DSC_0118 IMG-20170222-WA0019 IMG-20170222-WA0020 IMG-20170222-WA0022 IMG-20170222-WA0023